લસણ ઔષધીયોથી ભરપૂર છે, જે શરીરની ઘણી સમસ્યાઓને ખતમ કરવામાં મદદ કરે છે. ખાલી પેટ કાચુ લસણ ખાવાથી ઘણાં ફાયદા થાય છે. આવો જાણીએ તેના વિશે.
લસણમાં રહેલું ઝિંક રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. તેની સાથે વિટામિન- સી સંક્રમણથી લડવામાં મદદ કરે છે.
ખાલી પેટ કાચુ લસણ ખાવાથી પાચનને લગતી સમસ્યા સુધરે છે. આના સેવનથી પેટના કીડા દૂર થાય છે.
કાચા લસણના સેવનથી સરદી-ખાંસી અને સંક્રમણથી બચાવ કરે છે. આની બે કળી પીસીને ખાલી પેટ ખાવાથી ઘણો ફાયદો મળે છે.
કાચુ લસણ ખીલ રોકવામાં મદદ કરે છે, અને તેના ડાઘાને દૂર કરવામાં મદદ કરે છે. આ UV કિરણોથી પણ બચાવે છે.
કાચુ લસણ ફેટને જમા નથી થવા દેતું, લસણ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરે છે.
કાચા લસણના સેવનથી રોજ થાક અને કમજોરીથી પણ છુટકારો મેળવી શકાય છે. આને એથલીટ અને સ્પોર્ટ્સ પ્લેયરો માટે ઉત્તમ ગણવામાં આવે છે.
વધતી ઉંમરની સાથે હાડકા કમજોર થવા લાગે છે. કાચા લસણ આની મજબૂતી વધારવામાં મદદ કરે છે.