અળસીના બીજનો ઉપયોગ આપણે મુખવાસ તરીકે કરતા હોઈએ છીએ. પોષક તત્વોથી ભરપુર અળસીમાં આયરન, કેલ્શિયમ, પોટેશિયમ અને ફાસ્ફોરસ સારા એવા પ્રમાણમાં મળી આવી છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ રહે છે.
આ બાબતે હેલ્થ ડાયટ અને ન્યૂટ્રીશન ક્લીનિક દ્વારકાના ડાયેટિશિયન ડૉ. સુગીતા મુટરેજાએ જણાવ્યું કે, અળસીના બીજ ખાવાથી મહિલાઓને શું ફાયદા થઈ શકે છે.
અળસીના બીજમાં આયરન, કેલ્શિયમ, પોટેશિયમ અને ઓમેગા-3 જેવા પોષક તત્વો મળી આવે છે. જે મહિલાઓને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.
જો તમને અનિયમિત પીરિયડ્સની સમસ્યા છે, તો અળસીના બીજનું સેવન કરવાથી માસિક ધર્મ સાથે સંકળાયેલી સમસ્યામાં સુધારો થઈ શકે છે. જે કુદરતી સારવારની જેમ કામ કરે છે.
અળસીના બીજ મહિલાઓની ફર્ટિલીટી વધારવામાં મદદરૂપ થઈ શકે છે. જેનાથી પ્રજનન ક્ષમતા સુધરવા સાથે જ ગર્ભધારણની પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ મળે છે.
હોર્મોનલ અસંતુલનની સમસ્યાથી પરેશાન મહિલાઓ માટે અળસીના બીજ ફાયદેમંદ નીવડી શકે છે. જે એસ્ટ્રોજન હોર્મોનના સ્તરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
અળસીના બીજ પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, કારણ કે તેમાં હાઈ ફાઈબર મળી આવે છે. જે ગેસ, કબજિયાત અને અપચા જેવી પેટ સબંધિત સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.
અળસીના બીજ સ્કિન માટે પણ ખૂબ જ ફાયદેમંદ છે, કારણ કે તેમાં એન્ટી ઑક્સિડેન્ટ્સ અને એસેન્શિયલ ઑઈલ હોય છે. જે સ્કિનને નેચરલ ગ્લો આપવા સાથે હેલ્ધી રાખે છે.
અળસીના બીજ ઓમેગા-3 ફેટી એસિડનો સારો સ્ત્રોત હોય છે, જે વજનને કંટ્રોલ કરવા, આંખોનું તેજ વધારવા અને હાર્ટ એટેકના ખતરાના ટાળવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.