સૂકા નારિયેળમાં વિટામિન બી6,કેલ્શિયમ,આયર્ન,મેગ્નેશિયમ,કોપર,ફોસ્ફરસ,પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.
સૂકા નારિયેળનું સેવન કરવાથી એનિમિયાની સમસ્યામાં રાહત મળે છે.
સૂકા નાળિયેરમાં પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.તેનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર સૂકા નાળિયેર ઓક્સિડેટીવ,ધમનીઓમાં પ્લેકની રચના અને હાર્ટ બ્લોકેજ ઉપરાંત અન્ય હૃદય રોગનું જોખમ ઘટાડે છે.
ફાઈબરથી ભરપૂર સૂકા નાળિયેરનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં ઘણી રાહત મળે છે.
કેલ્શિયમથી ભરપૂર સૂકા નાળિયેરનું સેવન કરવાથી હાડકાંને મજબૂત બનાવે છે.
ફાઈબરથી ભરપૂર સૂકા નાળિયેર ભૂખ ઓછી કરવામાં મદદ કરે છે.તેનું સેવન કરવાથી તમને વારંવાર ભુખ નથી લાગતી.
હેલ્ધી ઓઈલ તમારી ત્વચાને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે.તે તમારી ત્વચાને જરૂરી પોષણ આપે છે.તેનાથી તમારી ત્વચા નરમ અને ચમકદાર બને છે.
સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.