Ghee Benefits: શિયાળામાં ઘી ખાવાની સાચી રીત અને ફાયદા નથી ખબર? જોણો નિષ્ણાતે શું


By Vanraj Dabhi18, Nov 2024 07:48 PMgujaratijagran.com

દેશી ઘીના ફાયદા

દેશી ઘીનો સ્વાદ અને સુગંધ એટલી સારી છે કે તે ભોજનનો સ્વાદ બમણો કરી દે છે. ચાલો જાણીએ કે શિયાળામાં ઘી ખાવાના શું ફાયદા છે અને તેનું સેવન કેવી રીતે કરવું જોઈએ?

દેશી ઘી કેવી રીતે ખાવું

શિયાળામાં તમે ગરમા ગરમ રોટલી પર લગાવીને ખાઈ શકો છો, આ ઉપરાંત તમે શાક બનાવવામાં, દાળમાં પણ ઘી ઉમેરી શકો છો.

રોગપ્રતિકારક શક્તિ વધશે

શિયાળામાં ઘીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તમને બીમારીથી દૂર રાખશે.

ત્વચા માટે ફાયદાકારક

શિયાળામાં શુષ્ક ત્વચામાં ખંજવાળ અને ચકામાની સમસ્યા વધી જાય છે. ઘીનો ઉપયોગ કરવાથી ત્વચાની અંદર અને બહાર ભેજ જળવાઈ રહે છે.

શરીર ગરમ રાખશે

શિયાળામાં ઠંડીથી બચવા માટે ઘી ખાઈ શકાય છે. તેનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ફુલાવરને જંતુમુક્ત રાખવાની સરળ ટિપ્સ એન્ડ ટ્રીક્સ