દહીના સેવનથી શરીરમાં રહેલ હાનિકારક ટોક્સિન જલ્દી બહાર નીકળી જાય છે. એવામાં દરરોજ દહી ખાવાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે.
દહીની અંદર સારા બેક્ટેરિયા મળી આવે છે. જે પેટામાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને ખતમ કરે છે અને મેટાબૉલિજ્મને વધારી આપે છે. જેનાથી વજન ઝડપથી ઘટવા લાગે છે.
દહીમાં એવા અનેક ગુણ મળી આવે છે, જેનાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. ઈમ્યૂન સિસ્ટમ સારી રહેવાથી, વ્યક્તિ અનેક બીમારીઓથી બચી શકે છે.
જણાવી દઈએ કે, દહી સ્કિનના PH લેવલને બેલેન્સ કરવામાં મદદ કરે છે. એવામાં દહી ખાવાથી વજાઈનલ ઈન્ફેક્શન થવાનો ખતરો મહદઅંશે ટળી જાય છે.
એક વાટકી દહી ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળે છે. જેનાથી હાડકા મજબૂત બને છે.