ઘીમાં સારા ફેટ હોય છે, જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે અને ફેટ ઝડપથી બર્ન થાય છે.
ઘીમાં પોષક તત્વો અને સેચ્યૂરેટેડ ફેટનું સારું પ્રમાણ હોય છે. એથી ઘીનું સેવન મર્યાદિત કરવું મગજ માટે ફાયદેમંદ નીવડી શકે છે.
ઘી વાળી રોટલી ગ્લાઈસેમિક લોડને ઓછું કરવામાં મદદ કરે છે. જેના કારણે આવી રોટલીના સેવનથી સતત એનર્જી મળતી રહે છે.
ઘીનું યોગ્ય પ્રમાણમાં રોટલી સાથે સેવન કરવાથી વેટ લૉસ થઈ શકે છે. આ સાથે જ તે હોર્મોનને બેલેન્સ રાખવામાં પણ મદદ કરે છે.
રોટલી પર ઘી લગાવીને ખાવાથી બૉડીમાં ફેટી એસિડ, વિટામિન-એ, વિટામિન-ઈ અને વિટામિન-ડીની ઉણપને ભરપાઈ કરી શકાય છે.
દેશી ઘીમાં એન્ટી ઑક્સિડેન્ટ્સ હોય છે, જે ત્વચાને ચમકાવવામાં મદદ કરે છે. દરરોજ એક ચમચી ઘી રોટલી પર લગાવીને ખાવાથી સ્કિન નીખરે છે અને નેચરલ ગ્લો મળે છે.
એવું કહેવાય છે કે, ઘી લગાવીને રોટલી ખાવાથી પચવામાં સરળતા રહે છે. આ સાથે પેટ સબંધી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.