રાત્રે અજમાનું પાણી પીવાથી શરીરને અનેક ફાયદા મળે છે, આવો જાણીએ


By Jivan Kapuriya28, Jul 2023 04:15 PMgujaratijagran.com

અજમો

અજમો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. રાત્રે સૂતા પહેલા અજમાવાળું પાણી પીવું ફાયદાકારક છે.

પોષક તત્વો

ઔષધીય ગુણોથી ભરપૂર અજમામાં કેલ્શિયમ,ફાઈબર,પ્રોટીન,મિનરલ્સ અને આયર્ન જેવા ફાયદાકારક પોષક તત્વો મળી આવે છે.

શરદી અને ઉધરસ

સામાન્ય રીતે હવામાનમાં ફેરફાર થાય ત્યારે શરદી-ઉધરસ જેવી સામાન્ય બીમારીઓ થઈ હોય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતી વખતે અજમાવાળું પાણી પીવો.

સારી ઊંઘ

જો તમને ઊંઘ દરમિયાન કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો તમે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ અજમાવાળું પાણી પીવો.

ડાયેરિયા

ડાયેરિયાની તકલીફ પેટ સાથે સંકડાયેલી છે. ડાયેરિયાથી રાહત મેળવવા માટે રાત્રે એક ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી અજમો મિક્સ કરીને પીવો.

સાંધાનો દુખાવો

સાંધામાં દુખાવો હોય ત્યારે પણ અજમાવાળું પાણી અસરકારક માનવામાં આવે છે. દરેક વ્યક્તિએ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ અજમાવાળું પાણી પીવું જોઈએ.આમ કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

હાડકાં મજબૂત

જો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ છે, તો તેનો અર્થ એ છે કે હાડકાં નબળા પડી રહ્યા છે. આવી સ્થિતિમાં રાત્રે સૂતી વખતે અજમાવાળું પાણી પીવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.

Recipe: ખાટા દહીંમાંથી સ્વાદિષ્ટ વાનગી બનાવવાની રીત