શિયાળામાં અખરોટ સાથે ગાજર ખાવાથી થાય છે ફાયદા


By JOSHI MUKESHBHAI24, Dec 2024 04:12 PMgujaratijagran.com

ગાજરના ફાયદા

ઠંડીની સિઝનમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખે છે. આવી સ્થિતિમાં લોકો દરરોજ હેલ્ધી ડાયટ ફોલો કરે છે. આજે આ સમાચારમાં અમે તમને જણાવીશું કે અખરોટ સાથે ગાજર ખાવાથી શું ફાયદા થાય છે. હેલ્થ એક્સપર્ટ લવનીત બત્રાએ આ અંગેની માહિતી અમારી સાથે શેર કરી છે.

સ્વસ્થ આહાર

આજના સમયમાં ઘણા લોકો પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સભાન હોય છે. આ લોકો પોતાના ડાયટ અને એક્સરસાઇઝ પર ખાસ ધ્યાન આપે છે.

ગાજર ખાવાના ફાયદા

ગાજર ખાવું આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી આપણી આંખોની રોશની તેજ બને છે અને આપણી ત્વચા પણ સારી બને છે.

ગાજર અને અખરોટના ફાયદા

લોકો ગાજર અને અખરોટ ખાય છે, પરંતુ શું તમે જાણો છો આ બંનેને એકસાથે ખાવાના ફાયદા? ચાલો તેના વિશે જાણીએ.

આરોગ્ય

હેલ્થ એક્સપર્ટ લવનીત બત્રા કહે છે કે અખરોટમાં ગાજર મિક્ષ કરીને ખાવાના ઘણા ફાયદા છે. આનું સેવન કરવાથી તમને બમણા ફાયદા થાય છે.

અખરોટના પોષક તત્વો

વાસ્તવમાં, અખરોટમાં પોલીઅનસેચ્યુરેટેડ ચરબી અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે વિટામિન Aને સારી રીતે શોષવામાં ઘણી મદદ કરે છે.

વિટામિન એ સોર્સ

અખરોટ સાથે ગાજર ખાવાથી વિટામિન A શરીરમાં સરળતાથી શોષાઈ જાય છે. આનું એકસાથે સેવન કરવાથી આંખના કોષો રિપેર થાય છે.

ઇમ્યૂનિટી બૂસ્ટર

અખરોટ સાથે ગાજર ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને કોલેસ્ટ્રોલ પણ જળવાઈ રહે છે. આ સિવાય તે ત્વચાને સ્વસ્થ પણ બનાવે છે.

વાંચતા રહો

તમે અખરોટ અને ગાજરની સ્મૂધી બનાવીને તેનું સેવન કરી શકો છો. સમાચાર ગમ્યા હોય તો શેર કરજો. આવા વધુ સમાચારો માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

Baba Ramdev: લીલી હળદર કેન્સરના જોખમને ઘટાડે છે, જાણો બીજા લાભ