લીલી હળદરનું સેવન અનેક રોગમાં લાભ કારક છે. બાબા રામદેવે પણ આ અંગે વાત કરતા લીલી હળદરના લાભ વિશે વાત કરે છે આવો જાણીએ..
લીલી હળદરને દૂધમાં ઉકાળીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. શરદી અને ઉધરસની સમસ્યા દૂર થશે. રોગપ્રતિકારક શક્તિ વધશે.
લીલી હળદરના સેવનથી વાત-કફ અને પિત્તને દૂર કરે છે. ચહેરા પર નિખાર લાવે છે.
સુગરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે સાથે અલ્સર અટકાવે છે.
લીલી હળદર હૃદય માટે સારી છે. પાચન તંત્ર માટે વધુ સારું રાખે છે.
લીલી હળદર યાદશક્તિ સુધારે છે. ઘા ઝડપથી રૂઝાય છે. સાંધાનો દુખાવો ઓછો કરે છે.
દૂધમાં ઉકાળી સેવન કરો, આખી રાત પાણીમાં પલાળી રાખો સવારે તે પાણીનું સેવન કરો. કાચી હળદરનું અથાણું બનાવો. સાથે સલાડમાં પણ ખાઈ શકો છો.