ઈલાયચી શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સવારે ઉઠીને ખાલી પેટ 1 ઈલાયચી ખાવાથી શરીરમાથી ઘણા રોગો દૂર થાય છે. ચલો એ ફાયદા વિશે જાણીએ.
ઈલાયચીમા ફાઈબર, સોડિયમ,વિટામીન સી જેવા પોષકતત્વો રહેલા હોય છે. આ ઉપરાંત તેમા આયરન અને પોટેશિયમ જેવા તત્વો પણ રહેલા છે.
ખાલી પેટ એક ઈલાયચી ખાવાથી પેટ સંબધિત સમસ્યાઓ દૂર રહે છે . જેમકે અપચો, ગેસ, કબજિયાત જેવી સમસ્યામા રાહત આપે છે. તે પાચનક્રિયા પણ સુધારે છે.
જો તમને ભૂખ ન લાગતી હોય તો તમે રોજ સવારે ઉઠીને ખાલી પેટ એક ઈલાયચી ખાઈ શકો છો. જે તમને આ સમસ્યા માથી છૂટકારો મેળવવામા મદદ કરે છે. એક ઈલાયચી ખાવાથી ભૂખ વધે છે તથા શરીરમા રહેલી કમજોરીને પણ દૂર કરે છે.
ખાલી પેટ એક ઈલાયચી ખાવાથી બ્લડ સર્કયુલેશનમા સુધારો આવે છે. આ માટે તમે ઈલાયચીને ગરમ પાણીમા ઉકાળીને પી શકો છો.
ખાલી પેટ રોજ એક ઈલાયચી ખાવાથી વાળને મજબૂતી મળે છે. ઈલાયચી ખાવાથી વાળને પોષકતત્વો મળે છે. તે વાળને ખરવાથી પણ રોકે છે. આ ઉપરાંત વાળ કાળા અને ઘેરા બને છે.
પેટ ખરાબ હોવાથી મોંમા ચાંદા પડવા લાગે છે. આ સમસ્યા દૂર કરવા માટે તમે રોજ ખાલી પેટ એક ઈલાયચીનુ સેવન કરી શકો છો. ઈલાયચીનુ સેવન કરવાથી પેટ સાફ રહે છે. જેથી મોંમા ચાંદા પડવાની સમસ્યા દૂર થાય છે.