ઔષધીય ગુણોથી ભરપૂર જાંબુ આ ઋતુનું સૌથી આરોગ્યપ્રદ ફળ માનવામાં આવે છે. આવો તેના ફાયદાઓ વિશે પણ વિગતવાર જાણીએ.
જાંબુ વિટામિન-સી અને આયરનથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે. તેના ઉપયોગથી બ્લડ સર્ક્યુલેશન પણ સારૂં રહે છે.
જાંબુમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને અન્ય પોષક તત્વો ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. તેના ઉપયોગમાં લેવાથી પિંપલ્સથી છુટકારો મળી શકે છે.
જાંબુમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. સાથે કેલરી ઘણી ઓછી હોય છે. જેનાથી તેનું સેવન કરવાથી ચરબીમાં ઘટાડો થાય છે.
જાંબુમાં રહેલ ફાયબરની માત્રા પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત આપવામાં મદદ કરે છે. તેના ઉપયોગથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
જાંબુમાં વિટામિન, મિનરલ્સ, એન્ટીઓક્સિડેંન્ટ વગેરે જેવા તત્વો હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.
જાંબુમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણો હોય છે, જે ચેપી રોગોથી છુટકારો મેળવવા માટે ખાઈ શકાય છે.
જાંબુમાં પોટેશિયમ હોય છે.જે બ્લડ પ્રેશર ,હાર્ટ સંબંધિત સમસ્યાઓ અને હાર્ટ સટ્રોક વગેરેનું જોખમ ઘટાડે છે. તેની સાથે આંખો પણ સ્વસ્થ રહે છે. અને બ્લડ શુગર પણ નિયંત્રણમાં રહે છે.