અડવીના પાનનું સેવન કરવાના ફાયદા


By Vanraj Dabhi21, Jan 2024 11:23 AMgujaratijagran.com

અડવી પાન

ઘણા લોકોને અડવીના પાનનું શાક ખૂબ જ ગમે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ કે અડવીના પાન ખાવાથી શું થાય છે?

પોષક તત્વો

અડવીના પાનમાં ફાઈબર,પ્રોટીન,પોટેશિયમ,વિટામિન એ,વિટામિન સી,કેલ્શિયમ અને આયર્ન જેવા પોષક તત્વો મળી આવે છે.

ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે

અડવીના પાંદડામાં ફાઈબર અને મેથિઓનાઈન હોય છે તેથી તે ખાવાથી શરીરમાં વધેલું કોલેસ્ટ્રોલ ઓછું થવા લાગે છે અને હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ પણ ઓછું થઈ જાય છે.

વજન ઘટાડે

અડવીના પાંદડામાં પ્રોટીન અને ચરબીનું પ્રમાણ ઓછું હોય છે.તેથી તેને આહારમાં સામેલ કરવાથી ઝડપથી વજન ઘટે છે.

લાલ રક્ત કોશિકાઓનું ઉત્પાદન

જો તમે એનિમિયાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો અડવીનાં પાન તમારા માટે રામબાણ બની શકે છે. આ ખાવાથી લાલ રક્તકણો ઝડપથી બને છે.

આંખો માટે ફાયદાકારક

અડવીના પાનમાં વિટામિન A હોય છે.તેના પાનનું સેવન કરવાથી આંખો સ્વસ્થ રહે છે અને દ્રષ્ટિ જળવાઈ રહે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

અડવીના પાનમાં પૂરતા પ્રમાણમાં વિટામિન સી હોય છે. આ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે અડવીના પાન ફાયદાકારક છે. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

વાંચતા રહો

જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વધારે સંતરા ખાશો નહીં આ સમસ્યાઓ થઈ શકે છે