સંતરા ખાવા સ્વાસ્થ્ય માટે ફાટદાકારક માનવામા આવે છે. ઘણા લોકો આને વધારે પણ ખાવાનું પસંદ કરે છે. ચાલો જાણીએ વધારે પ્રમાણમા સંતરા ખાવાથી શુ નુકસાન થઈ શકે છે.
સંતરામા ભરપૂર માત્રામા પોષકતત્વો મળી આવે છે, જેવા કે વિટામીન- A, B, કેલ્શીયમ, પોટેશીયમ, ફોસ્ફરસ અને વિટામીન-C મળી આવે છે. સંતરાને વધારે માત્રામા ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે.
ઘણા લોકો સંતરા વધુ ખાવાનુ પસંદ કરે છે, આ ખાવાથી શરીરમા ઘણા રોગો થવાની શક્યતા રહે છે. માટે સંતરાને જરુર પૂરતુ જ ખાવું જોઈએ.
જો તમને સાંધામા દુખાવો રહેતો હોય તો તમારે સંતારાના સેવનથી બચવું જોઈએ. સંતરાની તાસીર ઠંડી હોય છે, આને વધારે માત્રામા ખાવાથી હાડકા નબળા બને છે.
સંતરામા ખટાશ વધારે હોય છે, આને વધારે ખાવાથી તમને હાર્ટ સંબધિત બીમારીયો થઈ શકે છે. આમા મળી આવતુ એસિડ હાર્ટ બર્નનું કારણ બની શકે છે.
જે લોકો એસિડીટી અને કબજીયાતને લગતી સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો તમારે વધારે માત્રામા સંતરાનુ સેવન કરવાથી બચવું જોઈએ.
સંતરામા જરૂર માત્રામા વિટામીન-C મળે છે. આને પૂરતી માત્રામા ખાવાથી ઈમ્યુનીટી મજબૂત થાય છે. આ આપણને રોગથી બચાવામા મદદ કરે છે.
લાઈફસ્ટાઈલ અને હેલ્થ સંબધિત તમામ જાણકારીઓ માટે જોડાયેલા રહો ગુજરાતી જાગરણ સાથે.