ક્રન્ચી અને પ્રોટીનથી ભરપૂર બદામમાં ફાઈબર અને ઓમેગા 3 હોય છે. આવા ઘણા ગુણો તેની અંદર જોવા મળે છે. જે સ્વાસ્થ્ય માટે અદ્ભુત છે. દરરોજ 4 બદામ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.
પલાળેલી બદામ ઉત્સેચકો મુક્ત કરવામાં મદદ કરે છે,જે પાચન પ્રક્રિયા માટે સારી છે. બદામની અંદર મોનોસેચ્યુરેટેડ ચરબી હોય છે, જે ભૂખ ઓછી કરે છે.
પલાળેલી બદામ ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે અને ખરાબ કોલેસ્ટ્રોલમાં રાહત મળે છે અને સારું કોલેસ્ટ્રોલ વધે છે.
પલાળેલી બદામ ખાવાથી તેમાં રહેલ વિટામિન ઈ એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે. બદામમાં રહેલ આ તત્વ વૃદ્ધત્વ અને બળતરાને અટકાવે છે જે મુક્ત રેડિક્લને કારણે થાય છે.
બદામમાં ફાઈબર મળી આવે છે, જે કબજિયાતના સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી તમારું પાચન પણ સુધરે છે.
ખોડો,ખરતા વાળ અને માથાની ખંજવાળમાં બદામ ખાવાથી ફાયદો થાય છે.બદામમાં ઘણા વાળને અનુકૂળ પોષક તત્વો હોય છે. જેમાં વિયામિન ઇ વાયોટીન,મેંગેનીઝ,કોપર અને ફેટી એસિડનો સમાવેશ થાય છે.
નિષ્ણાતોના મતે બદામમાં વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે. જે તમારા મગજની શક્તિને વધારે છે. આ યાદશક્તિને તેજ બનાવે છે.
મેગ્નેશિયમની ઉણપને કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધે છે.જેના કારણે બ્લડ શુગર લેવલ વધવા લાગે છે. આવી સ્થિતિમાં બદામનું સેવન તમારા માટે વધુ સારું સાબિત થઈ શકે છે.
તમે દરરોજ 4 બદામ ખાવાથી પણ આ ફાયદાઓ મેળવી શકો છો, આવા વધુ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.