ઘી શરીરમાં ઘણા જરૂરી વિટામિન્સ અને મિનરલ્સને પૂરા કરવામાં મદદ કરી શકે છે. ઘીના નિયમિત સેવનથી તમે હાડકા અને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત મેળવી શકો છો. આવો જાણીએ સ્વસ્થ હાડકા માટે ઘીની સાથે કયા ખાદ્ય પદાર્થોનું નિયમિત સેવન કરવું જોઇએ.
ઈંડામાં પ્રોટીન, વિટામિન ડી અને કેલ્શિયમ હોય છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂર હોય છે. ઈંડાને ઘીમાં બનાવીને ખાવાથી હાડકાને ભરપૂર માત્રામાં પોષકતત્ત્વો મળે છે, જે સાંધામાં દુખાવા જેવી સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.
ગરમ દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. દૂધમાં રહેલું કેલ્શિયમ ઘીની સાથે વધુ ઝડપથી હાડકામાં અવશોષિત થાય છે.
બટાકામાં કેલ્શિયમ, મેગ્નિશિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. બટાકાને ઘીમાં બનાવીને ખાવાથી તેમાં રહેલા પોષકતત્ત્વો શરીરમાં ઝડપથી અવશોષિત થવા લાગે છે.
લીલા શાકભાજીમાં કેલ્શિયમ, ફોસ્ફોરસ અને વિટામિન ડી હોય છે, જે હાડકા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. આને ઘીમાં બનાવીને ખાવાથી હાડકાને લગતી સમસ્યાઓમાં ઘટાડો આવી શકે છે.
ઘઉંમાં કેલ્શિયમ અને વિટામિન ડી હોય છે, જે હાડકા માટે ખૂબ જ જરૂરી પોષકતત્ત્વો હોય છે. ઘઉંના લોટથી બનેલી રોટલીને ઘીની સાથે ખાવાથી તમારા હાડકા જરૂરી પોષણ મળી શકે છે.