1 ચમચી કોળાના બીજ ખાવો મળશે આ 7 અદ્ભૂત ફાયદા.


By Smith Taral13, Feb 2024 12:35 PMgujaratijagran.com

કોળાના બીજમાં વિટામિન્સ, હેલ્ધી ફેટ્સ અને મિનરલ્સ સારી માત્રામાં જોવા મળે છે. આ બીજનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ દૂર થાય છે. દરરોજ માત્ર એક ચમચી તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. ચાલો જાણીએ વધુમાં

હૃદયનું સ્વાસ્થ્ય સારું રહેશે

કોળાના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ, એન્ટિઓક્સિડન્ટ્સ, મેગ્નેશિયમ અને ઝિંક મળી આવે છે. આ ગુણધર્મોને લીધે, તે હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનુુ રેગ્યુલેટ કરે છે અને હૃદયની તંદુરસ્તી સુધારે છે.

સોજો ઘટાડે છે

કોળાના બીજમાં એન્ટી-ઈન્ફાલામેટરી ગુણો જોવા મળે છે, જે સોજો ઘટાડવામાં મદદ કરે છે. તેના સેવનથી શરીરના તમામ પ્રકારના સોજામાં ઘટાડો થાય છે.

સારી પાચન

આ બીજમાં ફાઈબરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. રોજ એક ચમચી કોળાના બીજનું સેવન કરવાથી પાચન શક્તિ સુધરે છે.

You may also like

અજમાના બીજનું સેવન કરો આ 5 રીતે, ગેસની સમસ્યાથી છુટકારો મેળવવો

કોળુંના બીજ કયા રોગ મટાડવામાં ઉપયોગી છે?

એનિમિયા દૂર કરો

જો શરીરમાં આયર્ન ઓછું હોય તો વ્યક્તિ થાક અને નબળાઈ લાગે છે, આવામાં કોળાના બીજનું સેવન કરવાથી આયર્નની ઉણપ દૂર થાય

ત્વચા માટે ફાયદાકારક

કોળાના બીજમાં ફ્લેવોનોઈડ્સ અને ફેનોલિક એસિડ નામના એન્ટીઓક્સીડેન્ટ હોય છે. એન્ટિઓક્સિડન્ટ્સ ત્વચાને મુક્ત રેડિકલથી બચાવવામાં મદદ કરે છે. આ ગુણોના કારણે તે ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે.

ડાયાબિટીસને નિયંત્રિત કરો

કોળાના બીજ બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે. તેના સેવનથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે.

કોને બટાકા ખાવાથી બચવું જોઈએ?