સવારે ખાલી પેટે દૂધમાં કેળું મિક્સ કરીને ખાવાના ફાયદા


By Kajal Chauhan07, Oct 2025 06:35 PMgujaratijagran.com

તંદુરસ્ત અને ઊર્જાસભર દિવસની શરૂઆત કરવા માટે દૂધ અને કેળું શ્રેષ્ઠ વિકલ્પ છે. ચાલો જાણીએ સવારે ખાલી પેટે દૂધમાં કેળું ભેળવીને ખાવાથી થતા 7 મુખ્ય ફાયદાઓ.

પાચનતંત્ર મજબૂત બનાવે

કેળામાં રહેલું ફાઇબર અને દૂધમાં રહેલું પ્રોટીન પાચનમાં મદદ કરે છે. આ સંયોજન પેટને હળવું રાખે છે અને કબજિયાત તથા એસિડિટી જેવી સમસ્યાઓને ઘટાડે છે.

હૃદય અને બ્લડ પ્રેશર માટે લાભદાયી

કેળામાં રહેલું પોટેશિયમ અને દૂધમાં રહેલું કેલ્શિયમ હૃદયનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે. તેના નિયમિત સેવનથી બ્લડ પ્રેશર (BP) નિયંત્રિત રહે છે અને હૃદય સ્વસ્થ રહે છે.

હાડકાં અને દાંતને મજબૂત કરે છે

દૂધમાં કેલ્શિયમ અને કેળામાં મિનરલ્સ હોય છે. સવારે ખાલી પેટે દૂધ અને કેળું એકસાથે ખાવાથી હાડકાં મજબૂત બને છે અને સાંધાઓની સમસ્યાઓ ઓછી થાય છે.

યાદશક્તિમાં સુધારો કરે

કેળામાં વિટામિન B6 અને કુદરતી શર્કરા હોય છે જે મગજને સક્રિય રાખે છે. તેનાથી એકાગ્રતા અને યાદશક્તિમાં સુધારો થાય છે, જેના પરિણામે સવારના કામકાજ અને અભ્યાસ સરળ બની જાય છે.

વજન નિયંત્રિત કરવામાં મદદગાર

દૂધ અને કેળું ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આના કારણે બિનજરૂરી સ્નેક્સ અને ફાસ્ટ ફૂડ ખાવાની આદત ઘટી જાય છે, જે વજન નિયંત્રણમાં મદદરૂપ થાય છે.

માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

કેળામાં સેરોટોનિન અને મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે. સવારે ખાલી પેટે તેનું સેવન કરવાથી મૂડ સારો રહે છે. તણાવ (સ્ટ્રેસ) ઓછો થાય છે અને માનસિક શક્તિ વધે છે.

રોગપ્રતિકારક ક્ષમતા વધારે

દૂધમાં રહેલું પ્રોટીન અને કેળામાં રહેલા વિટામિન C ની થોડી માત્રા ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. જે શરદી-ખાંસી અને ચેપ (ઇન્ફેક્શન) સામે લડવામાં મદદરૂપ થાય છે.

Makhana Side Effects: ગુણોથી ભરપુર મખાના કોણે ના ખાવા જોઈએ?