આપણા કાન સાંભળવામાં મદદ કરવાની સાથે બીજા ઘણા કામ કરે છે. આ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. તમે બોડી મસાજ વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે કાનની મસાજથી મળતા ફાયદા વિશે સાંભળ્યું છે?
કાનની માલિશ કરતાં પહેલા તમારા હાથને સેનિટાઇઝ કરો. ત્યાર બાદ તમારી હથેળીને ત્યાં સુધી ફેરવો જ્યાં સુધી તેમાં ગરમીનો અનુભવ ના થાય. ત્યાર બાદ હથેળીને તમારા કાન પર રાખો. આ સિવાય તમે આંગળીની મદદથી તેલ લગાવીને અથવા તેલ વગર પણ માલિશ કરી શકો છો.
તમને જણાવી દઇએ કે કાનની માલિશથી પીઠના દુખાવાથી પરેશાન લોકો માટે મદદગાર સાબિત થઇ શકે છે. કાનને ધીમે ધીમે માલિશ કરીને ખેંચવાતી દરેક નર્વ એક્ટિવ થઇ જાય છે, અને તેનાથી એન્ડોર્ફિન રિલીઝ થાય છે, જે દુખાવામાં રાહત અપવામાં મદદ કરે છે.
કાનની માલિશ કરવાથી માણસને તણાવની સ્થિતિમાં ખૂબ જ આરામ મળે છે. આ સ્થિતિમાં કાનની માલિશ મદદગાર સાબિથ થાય છે. જો કોઇ વ્યક્તિ સ્ટ્રેસ, ગભરામણ અથવા ચિડિયાપણુ અનુભવ કર છે, તો કાનની મસાજ કરવાથી તે રાહત અનુભવે છે.
માઇગ્રેનની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો અલગ અલગ દવાઓનો ઉપયોગ કરે છે, જેનાથી શરીર પર હાનિકારક પ્રભાવ પડે છે. માથાનો દુખાવો અને માઇગ્રેનનથી રાહત મેળવવા માટે તમે કાનની માલિશ કરી શકો છો.
રોજ કસરત અને સ્વસ્થ આહાર સિવાય પણ વજન ઘટાડવાના ઘણા ઉપાય છે. એમાનો જ એક ઉપયા છે કાનની માલિશ કરવાનો. કાનના કેટલાક ભાગ પર મસાજ કરવાથી વજન ઘટી શકે છે.
કાનની માલિશ કરવાથી અનિદ્રાની સમસ્યાથી બચી શકાય છે. અનિદ્રાની સમસ્યાથી પીડાતી વ્યક્તિ કાનની માલિશ કરવાથી શરીરને આરામ મળે છે અને સારી ઊંઘ આવે છે.