મહિલાઓ માટે ફાયદેમંદ હોય છે આંબલીનું પાણી


By Sanket M Parekh13, Sep 2023 03:46 PMgujaratijagran.com

પેટ માટે ફાયદેમંદ

આંબલીના પાણીમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે, જે મહિલાઓને થતી ગેસ, અપચા જેવી અન્ય સામાન્ય સમસ્યાઓને ઠીક કરવામાં મદદ કરે છે.

ડાઘા દૂર કરશે

આંબલીમાં ઓમેગા-3 ફેટી એસિડ્સની સાથે એન્ટી ઓક્સિડેન્ટ્સ પણ હોય છે. જે સ્કિનમાં નિખાર લાવે છે. આવા પાણીના સેવન કરવાથી ખીલ અને ડાઘ જેવી સમસ્યા દૂર થાય છે.

ડાયાબિટીશમાં ફાયદેમંદ

આંબલીનું પાણી પીવાથી બ્લડ સુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે. આ પાણી લો ગ્લાઈસેમિક હોવાની સાથે જ ફાઈબરથી ભરપુર હોય છે. જેનાથી ઈન્સ્યૂલિન અને બ્લડ સુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે.

ફર્ટિલિટી સુધારશે

મહિલાઓ ઈનફર્ટિલિટી થવા પર આંબલીના પાણીનું સેવન કરી શકે છે. આંબલી ફર્ટિલિટી વધારવા માટે ખૂબ જ કારગર મનાય છે.

અસંતુલિત હોર્મોનથી આરામ

મહિલાઓમાં પીરિયડ્સ દરમિયાન હોર્મોનલ ઈમ્બેલેન્સ થઈ શકે છે. એવામાં આંબલી એસ્ટ્રોજન હોર્મોનને વધારવા સાથે હોર્મોન મેટાબૉલિજ્મ ઠીક કરે છે. આથી આંબલીના પાણીને અસંતુલિત હોર્મોન માટે ફાયદેમંદ માનવામાં આવે છે.

સવારે રોજ ખાલી પેટ ચાવો આ 6 પાંદડા, જાણો તેના અનોખા ફાયદા