આમલીનો રસ ફક્ત સ્વાદિષ્ટ જ નથી, પણ તે અનેક સ્વાસ્થ્ય લાભો પણ આપે છે. રોજ આ રસનું સેવન કરવાથી પેટના આરોગ્યથી લઈને હૃદય સુધીના સ્વાસ્થ્ય માટે અનેક ફાયદા મળી શકે છે.
આમલીનો રસ અપચો અને કબજિયાત જેવી પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
આ રસ ઝેરી તત્વોને દૂર કરી શરીરને ડીટોક્સીફાય કરે છે અને પેટ ભરેલું રાખીને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
વિટામિન Cથી ભરપૂર આમલીનો રસ ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.
આમલીનો રસ કોલેસ્ટ્રોલને ઓછું કરીને હૃદયના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે.
આમલીને ધોઈ, દાણા કાઢીને 2 ગ્લાસ ઉકળતા પાણીમાં મિક્સ કરો અને થોડું ઉકાળો. આ મિશ્રણને ઠંડું કરીને, સ્ટ્રેનર વડે છાણી લો.
સ્વાદ માટે તેમાં મધ અથવા બરફના ટુકડા ઉમેરી શકો છો, તમારુ આમલીનું ઠંડુ પીણું તૈયાર છે.