દૂધમાં ખસખસ મિક્સ કરીને પીવાના ફાયદા


By hariom sharma17, Apr 2023 08:00 AMgujaratijagran.com

હૃદય માટે ફાયદાકારક

ખસખસ પાવડરને દૂધમાં મિક્સ કરીને પીવાથી હૃદય સ્વસ્થ રહે છે. ખસખસમાં રહેલા પોષતત્ત્વો બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કેર છે. જે હૃદય માટે ફાયદાકારક છે. સાથે જ આમાં ઓમેગા 3 ફેટી એસિડ સારી માત્રામાં હોય

આંખો માટે ફાયદાકારક

ખસખસના પાવડરને દૂધમાં ઉકાળીને પીવાથી આંખોના સ્વાસ્થ્યમાં સુધારો આવે છે. ખસખસમાં ઝિંક અને એન્ટિઓક્સિડેન્ટ રહેલા હોય છે, જે આંખોના પ્રકાશ બરાબર રાખે છે.

પાચન માટે ફાયદાકારક

દૂધમાં ખસખસ પાવડરને મિક્સ કરીને પીવાથી પાચનતંત્ર માટે ફાયદાકરાક હોય છે. ખસખસમાં ફાયબર હોય છે, જે પાચન પ્રક્રિયાને સારી કરે છે અને પાચનતંત્રને મજબૂતી મળે છે. સૂતા પહેલા નિયમિત આ મિશ્રણનું સેવન કરવાથી પ

સારી ઊંઘ માટે

દૂધ અને ખસખસ સારી રીતે મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા તેનું નિયમિત સેવન કરવું. આવું કરવાથી હેપ્પી હોર્મોન્સ રિલીસ થશે અને તણાવ ઘટશે, જેનાથી અનિદ્રાની સમસ્યામાં રાહત મળે છે.

હાડકાં માટે ફાયદાકારક

દૂધ અને ખસખસ બંને કેલ્શિયમથી ભરપૂર હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે. ખસખસ પાવડરને નવશેકા દૂધમાં સારી રીતે મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા પીવાથી ઘણાં ફાયદા થાય છે.

યુરીનમાં ઇન્ફેક્શન થવા પર જોવા મળે છે આ લક્ષણો, તેની અવગણના ના કરો