યુરીનમાં ઇન્ફેક્શન થવા પર જોવા મળે છે આ લક્ષણો, તેની અવગણના ના કરો


By hariom sharma16, Apr 2023 08:29 PMgujaratijagran.com

વારંવાર પેશાબ

ઘણી વાર યુરીન ઇન્ફેક્શન બ્લેડર સુધી ફેલાઇ જવા પર વારંવાર પેશાબ આવવાનો અનુભવ થાય છે, પરંતુ જ્યારે તમે ટોયલેટ જાવ છો ત્યારે ખૂલીને પેશાબ નથી આવતો.

પેશાબમાં બળતરા

પેશાબમાં બળતરા થવી એ યુરીન ઇન્ફેક્શનું સામાન્ય કારણ છે. આવી સ્થિતિમાં પેશાબની જગ્યા પર સોજા અથવા રેડનેસ થઇ શકે છે, જેનાથી પેશાબ કરતાં સમયે તમને ખૂબ જ બળતરા અને દુખાવો થાય છે.

ખંજવાળ આવવી

યુરીન ઇન્ફેક્શન થવા પર બળતરા અને દુખાવાની સાથે સાથે જાંઘની ઉપરના ભાગ પર ખંજવાળ પણ આવી શકે છે. ઘણી વાર આ અન્ય કારણોથી પણ આવે છે, લાંબા સમય સુધી આવી સ્થિતિ રહેવા પર યુરીન ઇન્ફેક્શન સંકેતો હોઇ શકે છે.

પેશાબમાં દુર્ગંધ આવવી

પેશાબ કરતાં સમયે દુર્ગંધ આવવી એ યુરીન ઇન્ફેક્શનના લક્ષણો હોઇ શકે છે. ડીહાઇડ્રેશન થવા પર આવું થઇ શકે છે, પરંતુ 2થી3 દિવસ સુધી આ દુર્ગંધ ના જવા પર ડોક્ટરની સલાહ લો. આ ઇન્ફેક્શનના સંકતો હોઇ શકે છે.

પેશાબનો રંગ બદલાવો

પેશબાના રંગમાં બદલા આવવો યુરીન ઇન્ફેક્શનનું સામાન્ય લક્ષણ ગણવામાં આવે છે.

લિંબુ પાણી પીવાના જોરદાર ફાયદા