નારંગી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે, પરંતુ સવારે ખાલી પેટ આનો જ્યૂસ પીવો સ્વાસ્થ્ય માટે ઘણી સમસ્યાઓમાં રામબાણ ઇલાજ છે. આવો જાણી ખાલી પેટ નારંગીનો જ્યૂસ પીવાને કેટલાક ફાયદા વિશે.
નારંગીનો જ્યૂસ હાર્ટ માટે ઘણી રીતે ફાયદાકારક હોય છે. આને પીવાથી બ્લડ પ્રેશર અને એલડીએલ એટલે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટવાની સાથે બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે, જેનાથી હાર્ટને લગતી બીમારીઓમાં ઘટાડો થાય છે.
ઓરેન્જ જ્યૂસ પીવાથી કિડની સ્ટોનનું જોખમ ઘટે છે. આ જ્યૂસ યુરીનનું પીએચ વધારે છે, જેનાથી પથરીની સમસ્યામાં આરામ મળે છે. કિડની સ્ટોનની સમસ્યા થવા પર તમે આ જ્યૂસ પી શકો છો.
નારંગીનો જ્યૂસ ત્વચા માટે ખૂબ જ ગુણકારી હોય છે. આમા વિટામિન સી અને વિટામિન ઇ જેવા તત્ત્વો હોય છે, જે કોલેજનને વધારવાની સાથે ડાઘા અને પિગમેન્ટેશનથી છુટકારો અપાવે છે.
નારંગીનો જ્યૂસ એન્ટિઓક્સિડેન્ટ અને વિટામિન સીનો સારો સ્રોત છે. આને સવારે ખાલી પેટ પીવાથી ઇમ્યૂનિટી મજબૂત બને છે. કમજોર ઈમ્યૂનિટીવાળા લોકો આ પી શકે છે.
વજન ઘટાડવા માટે આ જ્યૂસ પીવો ખૂબ જ ફાયદાકારક હોય છે. આમા ફાયબરી માત્રા હોય છે, જે ભૂખને ઓછી કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે.