દૂધ પીવાથી શરીરને સ્વાસ્થ્ય સંબધિત અનેક ફાયદા મળે છે, પરંતુ જો આ જ દૂધમા કેટલીક અન્ય વસ્તુ ઉમેરીને સેવન કરવામા આવે તેનાથી શરીરને વધુ ગુણ મળે છે. જેમકે જાયફળ. ચલો જાણીએ રાતે સૂતા પહેલા જાયફળ વાળા દૂધનુ સેવન કરવાથી મળતા ફાયદા વિશે.
જાયફળમા રહેલા પ્રોટીન, ફેટ, ફાઈબર વગેરે ગુણ રહેલા હોય છે. આ ઉપરાંત જાયફળમા કાબ્રોહાઈડ્રેડ અને કેલેરી પણ હોય છે.
દૂધમા હેલ્ધી ફેટ્સ, કેલ્શિયમ, વિટામિન બી અને વિટામિન ડીથી ભરપૂર હોય છે. આ ઉપરાંત દૂધમા પોટેશિયમ અને ફોસ્ફોરસ જેવા પોષકતત્વો રહેલા હોય છે.
શરીરમા રોગો સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિની જરુર પડે છે. જાયફળના દૂધનુ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમા વધારો થાય છે. તેમા ઘણા પ્રકારના વિટામિન્સ અને એંટી ઓક્સડેંટ્સ ગુણ અને મિનરલ્સ હોય છે.
રાતે સૂતા પહેલા જાયફળવાળુ દૂધ પીવીથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. તેમા રહેલુ ફાઈબર કબજિયાત અને અપચા જેવી સમસ્યાથી દૂર રાખે છે.
જાયફળ એક ગરમ વસ્તુ છે. જેથી ઠંડીમા સૂતા પહેલા તમે જાયફળ વાળુ દૂધને પી શકો છો. જાયફળ એંટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે જે ઠંડીમા થતી શરદી અને તાવની સમસ્યામા રાહત આપે છે.
શરીરમા થતા દુખાવાને દૂર કરવામા જાયફળ વાળુ દૂધ મદદ કરે છે. આ યુજેનોલ અને સેફ્રોલથી ભરપૂર હોય છે, જે સાંધા અને માંસપેશિયોના દુખાવાને દૂર કરે છે.
એંટી ડાયાબિટીક ગુણોથી ભરપૂર જાયફળ ડાયાબિટીસને નિયંત્રણમા રાખવામા મદદ કરે છે. જાયફળના પાઉડરને દૂધમા મિલાવીને પીઓ.