માતા પિતા સામાન્ય રીતે પોતાના બાળકોને દૂધ પીવા માટેનો આગ્રહ કરતા હોય છે. તેનું કારણ એ છે કે દૂધમાં અનેક પ્રકારનાં પોષકતત્વો રહેલા હોય છે જે આપણા શરીરનાં સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. જોકે દૂધમાં કિસમિસ નાખીને પીવાથી બે ગણા ફાયદા મળે છે.
દૂધમાં વિટામીન એ, ડી ,ઈ તથા કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ વગેરે તત્વો રહેલા હોય છે. કિસમિસમાં વિટામીન એ, બીટા કેરોટીન, કેલ્શિયમ જેવા ગુણો રહેલા હોય છે. જેથી દૂધ અને કિસમિસનું મિશ્રણ શરીરને અનેક ફાયદા આપે છે.
દરરોજ દૂધ અને કિસમિસનાં મિશ્રણનું સેવન કરવાથી શરીરનાં હાંડકાને મજબૂતી મળે છે. આ બન્ને વસ્તુઓમાં કેલ્શિયમ હોય છે જે શરીરનાં હાંડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
ઘણા લોકો કયારેક નાની નાની વસ્તુઓને યાદ રાખી શકતા નથી. આ સ્થિતમાં દૂધમાં કિસમિસ નાખીને પીવાથી મગજ સારી રીતે કામ કરે છે. આ મિશ્રણ તમારા તણાવને પણ ઓછો કરે છે.
શરીરમાં લોહીની ઉણપ સર્જાય તો તમે દૂધ અને કિસમિસનું મિશ્રણનું સેવન કરી શકો છો. જેમાં આયરન ભરપૂર માત્રામાં હોય છે જે શરીરમાં હીમોગ્લાબિનની વધારે છે.
પેટ સંબધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમે દૂધ અને કિસમિસનું મિશ્રણનું સેવન કરી શકો છો. તેમાં રહેલુ ફાઈબર કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે.