દૂધ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ દૂધમાં એલચી અને મધ મિક્સ કરીને પીવાથી પણ ફાયદો થાય છે.
એલચીમાં આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. આ સિવાય મધમાં કાર્બ્સ, ફોસ્ફરસ, વિટામિન C, વિટામિન A અને કેલ્શિયમ વગેરે પૂરતા પ્રમાણમાં હોય છે.
જો તમારા શરીરના હાડકાં નબળાં થઈ રહ્યાં છે તો દરરોજ એલચી અને મધ મિક્સ કરીને દૂધ પીવાથી હાડકાં મજબૂત બને છે.
એલચી અને મધ મિક્સ કરીને દૂધ પીવાથી હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકાય છે.
જો તમને પેટ સંબંધિત સમસ્યાઓ છે તો દરરોજ એક ગ્લાસ દૂધમાં એલચી અને મધ મિક્સ કરીને પીવો.
એલચી અને મધ મિક્સ કરીને દૂધ પીવાથી ઈમ્યુનિટી મજબૂત થઈ શકે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આ ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.
જો મોઢામાં ફોલ્લાઓ દેખાય છે તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે એલચી અને મધ સાથે દૂધ પી શકો છો.
એલચી અને મધ મિક્સ કરીને દૂધ પીવાનો શ્રેષ્ઠ સમય સવારનો માનવામાં આવે છે તેથી તમારે તેને સવારે પીવું જોઈએ.
જીવનશૈલી સંબંધિત વધુ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.