સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદેમંદ છે મૂળો, જેને ખાવાથી થતાં લાભ જાણીને અચંબિત થશો તમે


By Sanket M Parekh07, Oct 2023 04:18 PMgujaratijagran.com

મૂળામાં પોષક તત્વો

મૂળો હેલ્ધી શાક મનાય છે, જેનું સેવન કરવાથી હાર્ટ હેલ્ધી રહેવાની સાથે પાચન પણ સ્વસ્થ રહે છે. મૂળામાં પ્રોટીન, વિટામિન-એ, આયરન, આયોડિન, કેલ્શિયમ સહિતના પોષક તત્વો મળી આવે છે. તો ચાલો જાણીએ મૂળો ખાવાના ફાયદા વિશે જાણીએ...

કબજિયાતની સમસ્યામાં રાહત

મૂળામાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે. જે તમારા પાચનને ઠીક રાખવામાં મદદગાર છે. જેને ખાવાથી તમે કબજિયાત અને ગેસની સમસ્યાથી બચી શકો છો.

હાર્ટ એટેકનો ખતરો ટળશે

પોષક તત્વોથી ભરપુર મૂળી તમારા હાર્ટને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. જેમાં રહેલા એન્થોસાયનિન હાર્ટ સબંધિત રોગનો ખતરો ઘટાડે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ

મૂળામાં પોટેશિયમ પૂરતા પ્રમાણમાં મળી આવે છે. જે હાઈબ્લડ પ્રેશરના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

શરદી-ખાંસીમાં રાહત

જો તમને નિયમિત તમારી ડાયટમાં સિમીત માત્રામાં મૂળો ખાવ છો, તો તમે શરદી-ખાંસી સહિતની ચેપી બીમારીઓથી બચી શકો છો.

સ્કિન માટે ફાયદેમંદ

મૂળામાં વિટામિન-સી, ફાસ્ફોરસ, જિંક જેવા અનેક પોષક તત્વો મળી આવે છે, જે સ્કિન સાથે સંકળાયેલી સમસ્યા જેવી કે ખીલ, ડ્રાયનેસ વગેરેથી બચાવે છે.

સીતાફળ ખાવાથી આ 7 અદ્ભુત ફાયદા મળે છે, ચાલો જાણીએ