દાળના પાણીમાં રહેલા માઇક્રોન્યૂટ્રીએન્ટ્સ અને વિટામિન્સ શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારામાં મદદ કેર છે. ઈમ્યૂન સિસ્ટમ સ્વાસ્થ્યને થતી ઘણી સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરે છે.
શરીરમાં આયર્નની ઉણપ થવા પર દાળનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. નિયમિત દાળનું પાણી પીવાથી આયર્ન વધે છે, જેનાથી શરીરમાં હીમોગ્લોબિન વધે છે અને એનીમિયા જેવી સમસ્યામાં રાહતમ મળે છે.
દાળના પાણીમાં ફાયબર રહેલું હોય છે, જે તમારી પાચન ક્રિયાને ઝડપી બનાવે છે. પાચન સારું રહેવાથી કબજિયાત અને ડાયેરિયા જેવી પેટને લગતી સમસ્યાઓનું જોખમ ઘટે છે.
દાળના પાણીમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે અને બીજા પણ મિનરલ્સ સારી માત્રામાં હોય છે, જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. હાડકાંને લગતી સમસ્યામાં દાળનું પાણી પીવું ફાયદાકારક હોય છે.
ખાલી પેટ દાળનું પાણી પીવાથી સ્થૂળતાની સમસ્યામાં રાહત મળે છે. દાળના પાણીમાં કેલરીની સાથે ફાયબર પણ ભરપૂર હોય છે. આ બધાં ગુણો વજન ઘટાડવામાં મદદ કરે છે.
ખાલી પેટ દાળનું પાણી પીવાથી શરીરમાં શુગરનું અવશોષણ ઓછું થાય છે, જેનાથી બ્લડ શુગર લેવલ વધતુ નથી. આનું ગ્લાઇસેમિક ઇન્ડેક્સ લો હોય છે, જે ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક હોય છે.