Jaggery Water: શિયાળામાં ખાલી પેટે ગોળ વાળુ પાણી પીવાના ફાયદા


By Vanraj Dabhi30, Dec 2024 11:34 AMgujaratijagran.com

ગોળનું પાણી

ગોળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તેથી તમે સવારે ઉઠીને ગોળ વાળુ પાણી પીવાથી તમારા સ્વાસ્થ્ય ઘણા ફાયદા થઈ શકે છે.

પાચનશક્તિ વધે છે

શિયાળામાં પાચન તંત્રને લગતી સમસ્યાઓથી બચવા માટે તમે ખાલી પેટે ગોળનું પાણી પી શકો છો.

રોગપ્રતિકારક શક્તિ વધે છે

ગોળમાં વિટામિન સી અને મેગ્નેશિયમ મળી આવે છે. આ તત્વો તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને તમે સ્વસ્થ રહે છે.

એનિમિયા મટાડવું

જે લોકોના શરીરમાં એનિમિયા હોય તેમણે ગોળનું પાણી પીવું જોઈએ. તેનાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે.

વજન ઘટાડે છે

ગોળમાં ફાઈબર મળી આવે છે. તે શરીરના મેટાબોલિઝમને વધારે છે જે વજન ઘટાડવા તરફ દોરી જાય છે.

બોડી ડિટોક્સ

ગોળનું પાણી પીવાથી શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો સાફ થાય છે. આનાથી તમે બીમાર નથી પડતા અને સ્વસ્થ રહે છે.

ત્વરિત ઊર્જા

ગોળનું પાણી પીવાથી આળસ દૂર થાય છે અને એનર્જી મળે છે.

ગોળનું પાણી બનાવવાની રીત

એક કડાઈમાં પાણી અને થોડો ગોળ ઉમેરી તેને સારી રીતે ઉકાળો, પછી આ મિશ્રણને ગાળીને તેમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Brisk Walking: બ્રિસ્ક વૉકિંગથી સડસડાટ ઉતારો વજન, પગથી લઈને માથા સુધી અનેક તકલીફો થશે દૂર