ઝડપી ચાલવાની એક્સરસાઈઝને બ્રિસ્ક વૉકિંગ કહેવામાં આવે છે. દરરોજ આ એક્સરસાઈઝ કરવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ મળે છે.
ઝડપી ચાલવાથી કેલરી બર્ન થાય છે. જેનાથી શરીરમાં રહેલી ચરબી સડસડાટ ઓગળવા માંગે છે અને અંતે વજન ઉતારવામાં મદદ મળી શકે છે.
આ એક કાર્ડિયો એક્સરસાઈઝ પણ છે, જેને કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધારવામાં મદદ મળે છે. આ સાથે જ હાર્ટ સબંધિત સમસ્યાઓનો ખતરો ટળી શકે છે.
ઝડપી ચાલવાથી પગ અને જાંઘની માંસપેશીઓ મજબૂત બનાવવામાં મદદ મળે છે. આ સાથે જ શરીર પણ સ્વસ્થ રહે છે.
દરરોજ ઝડપી ચાલવાથી માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ મળે છે. જેના પરિણામે તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યા દૂર થઈ શકે છે.
બ્રિસ્ક વૉકિંગ કરવાથી પાચન તંત્રને મજબૂત બનાવવામાં મદદ મળે છે. આ સાથે જ ઝડપી ચાલવાથી ખોરાક સરળતાથી પચી જાય છે, પરિણામે કબજિયાતની સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે.
જો તમને પગ કે શ્વાસ સબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, તો બ્રિસ્ક વૉકિંગની એક્સરસાઈઝ કરતા પહેલા તબીબની સલાહ અચૂક લેવી જોઈએ.