વિટામિન્સ, મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, ફાઈબર વગેરે જેવા અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર ગ્રીન જ્યુસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
ગ્રીન જ્યુસમાં તમે એલોવેરા જ્યુસ, આમળાનો જ્યુસ, પાલકનો જ્યુસ, ફુદીનાનો જ્યુસ વગેરે લઈ શકો છો. આનાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થશે અને તમે મોસમી બીમારીથી બચી શકશો.
ગ્રીન જ્યુસમાં વિટામિન A અને C મળી આવે છે, જે ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. દરરોજ સવારે આને પીવાથી તમારો રંગ પણ સાફ થઈ જશે.
ગ્રીન જ્યુસમાં રહેલા પોષક તત્વો શરીરને અંદરથી ડિટોક્સ કરવામાં મદદરૂપ છે. દરરોજ તેનું સેવન કરવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો દૂર થાય છે, જે ત્વચા પર થતા ખીલ અને મોસમી અસરથી રાહત આપે છે.
નિયમિતપણે ગ્રીન જ્યુસ પીવો વાળ માટે ફાયદાકારક છે. વાસ્તવમાં તેમાં રહેલ વિટામિન A વાળને સ્વસ્થ બનાવવામાં મદદરૂપ છે.
ગ્રીન જ્યુસમાં એન્ટીઓક્સીડેન્ટની માત્રા વધુ હોય છે, તેથી તેનું રોજ સેવન કરવાથી ફ્રી રેડિકલથી છુટકારો મેળવવામાં મદદ મળે છે.
ગ્રીન જ્યુસમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર હોય છે, જે પાચન માટે ઉત્તમ છે. દરરોજ તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેના કારણે તમે વધારે ખાવાથી બચી શકો છો અને આ રીતે વજન નિયંત્રણમાં રહે છે.
શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે. આ માટે તમે ગ્રીન જ્યુસનું સેવન કરી શકો છો. તેનાથી થાક, નબળાઈ દૂર થશે અને શરીર પણ હાઈડ્રેટ રહેશે.
તમે પણ ગ્રીન જ્યુસ પીવો. સ્ટોરી ગમે તો શેર કરજો અને આવી તમામ આરોગ્ય સંબંધિત માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.