જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યાં હોવ, તો તમારે અળસીના બીજને દૂધમાં મિક્સ કરીને પીવા જોઈએ. જે ફાઈબરથી ભરપુર હોય છે. જે ભૂખને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
અળસીના બીજને દૂધ સાથે લેવાથી તમારી બૉડીને એનર્જી મળે છે. જેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીનના ગુણ હોય છે. જેનું સેવન કરવાથી તમને આળસથી છૂટકારો મળશે.
ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડથી ભરપુર અળસીના બીજનું સેવન દૂધ સાથે કરવાથી તમારા બ્રેઈન સેલ્સ હેલ્ધી રહે છે.
ફાઈબર ગુણોથી ભરપુર અળસીના બીજને દૂધમાં મિક્સ કરીને પીવાથી કબજિયાત અને અપચાની સમસ્યાથી છૂટકારો મળે છે.
અળસીના પાવડરને દૂધમાં મિક્સ કરો. દરરોજ રાતે સૂતા પહેલા તેને પીવો. જેમાં મેગ્નેશિયમ હોય છે, જે તણાવ ઓછું કરવાનું કામ કરે છે અને ગાઢ ઊંઘ આવે છે.
ડાયાબિટીશની સમસ્યા અળસી વાળું ફાયદેમંદ હોય છે. જે બૉડીમાં બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે. જેથી શરીરમાં ઈસ્યુલિનની માત્રા કંટ્રોલમાં રહે છે.
અળસી વાળુ દૂધ પીવાથી ઓમેગા-3 ફેટી એસિડ મળે છે. જે કોલેસ્ટ્રૉલ ઓછું કરે છે અને ધમનીમાં જામેલ ફેટને નીકાળે છે. આ સાથે જ તે હાર્ટમાં થનાર બ્લૉકેજમાં પણ રાહત અપાવે છે.