પોષક તત્વોથી ભરપૂર અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે અંજીરનું પાણી પણ સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
અંજીરના પાણીમાં ઝિંક, મેંગેનીઝ, મેગ્નેશિયમ, આયર્ન, ઉચ્ચ એન્ટિઓક્સિડન્ટ્સ અને ફાઈબર હોય છે જે પ્રજનન ક્ષમતાને સુધારવામાં મદદરૂપ છે.
અંજીરના પાણીમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે તેથી જો તેનું વહેલી સવારે સેવન કરવામાં આવે તો હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
આખી રાત અંજીરને પાણીમાં પલાળી રાખ્યા બાદ સવારે આ પાણી પીવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
અંજીરમાં વધુ પ્રમાણમાં ફાઈબર હોય છે જેનું પાણી પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ જેવી કે કબજિયાત, ભારે પેટ વગેરેમાં રાહત મળે છે.
સવારે ખાલી પેટે અંજીરનું પાણી પીવાથી શરીરમાં રહેલા ટોક્સિન્સ બહાર નીકળી જાય છે, જેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
અંજીરમાં ફાઈબરની માત્રા વધુ હોય છે તેથી તેનું પાણી દરોરોજ પીવાથી વજન કંટ્રોલમાં રહે છે.
જો પેટમાં દુખાવો કે અપચોની સાથે લૂઝ મોશન હોય તો અંજીર અને તેનું પાણી પીવાનું ટાળવું જોઈએ. વધુ માહિતી માટે નિષ્ણાતની સલાહ લો.
તમે પણ અંજીરનું પાણી પીવો, સ્ટોરી ગમે તો શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.