મેથીના પરાઠા,શાક,ભજીયા ખાવા દરેક લોકોને ગમે છે.તેમાં રહેલા પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
મેથીના પાનનું પાણી સવારે ખાલી પેટ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેમજ કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછું થાય છે.
મેથીના પાનના પાણીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. આ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
તેમાં પ્રોટીન, એનર્જી, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, વિટામીન સી અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણો ભરપૂર માત્રામાં હોય છે.
સૌથી પ્રથમ મેથીના પાનને પાણીથી સારી રીતે ધોઈ,મેથીના પાનને 2 ગ્લાસ પાણીમાં ઉકાળો.
પાણી સારી રીતે ઉકળી જાય પછી તેને ઠંડુ થવા માટે થોડીવાર રહેવા દો.હવે એક ગ્લાસમાં પાણી ગાળીને તેમાં મધ મિક્સ કરો.
મેથીના પાનનું પાણી સવારે ખાલી પેટ પીવાથી ફાયદો થાય છે. આમ કરવાથી આખા શરીરને ફાયદો થાય છે.
મેથીના પાન તાસિરમાં ગરમ હોવાથી સગર્ભા સ્ત્રીઓએ તેનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.