ઉનાળામાં દરેક લોકોને ઠંડી છાશ પીવી ખૂબ જ ગમે છે.છાસ પીવાથી શરીર ઠંડુ રહે છે.છાશમાં વિટામિન A, B, C અને E મળી આવે છે. તેનું સેવન કરવાના ઘણા ફાયદા છે. ચાલો જાણીએ.
જો તમને ઉનાળામાં પેટની સમસ્યા હોય તો તમારે રોજ છાશ પીવી જોઈએ.જે પેટને ઠંડક આપે છે.
ઘણા પોષક તત્વોથી ભરપૂર છાશનું સેવન મીઠું,ખાંડ અને ફુદીના નાખીને પીવીથી ડિહાઇડ્રેશન,ડાયેરિયા વગેરે સમસ્યાઓમાંથી રાહત મળે છે.
જો તમને એસિડિટી અને ગેસની સમસ્યા હોય તો તમારે રોજ ઠંડી છાશ પીવી જોઈએ.
છાશમાં વિટામિન્સ અને મિનરલ્સનું પ્રમાણ હોવાથી તે શરીરમાં એનર્જી લેવલ વધારવામાં મદદ કરે છે.
છાશ પીવાથી કબજિયાત જેવી સમસ્યામાં રાહત મળે છે. તે આંતરડાના સ્વાસ્થ્યને જાળવી રાખવાથી કબજિયાતમાં રાહત મળે છે.
પ્રોટીન,કેલ્શિયમ,વિટામિન બી,વિટામિન એ જેવા પોષક તત્ત્વો છાશમાં મળી આવે છે,જે ત્વચા માટે ખૂબ સારા માનવામાં આવે છે.
છાશમાં કેલરી અને ચરબી ઓછી હોય છે.તેથી તમે રોજ તેનું સેવન કરીને વજન ઘટાડી શકો છો.
ઉનાળામાં છાશ પીવાથી તમે આ ફાયદા મેળવી શકો છો. સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.