શિયાળામાં ઈલાયચીનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે, આજે અમે તમને ઈલાયચી વાળું દૂધ પીવાના ફાયદા જણાવીશું.
એલચી વાળું દૂધ પીવાથી મોસમી રોગો જેવા કે, શરદી અને ઉધરસ જેવી સમસ્યામાં રાહત મળે છે.
મોઢામાં ચાંદા પડવા પર ખોરાક ખાવામાં ઘણી તકલીફ પડે છે. એલચી સાથે દૂધનું સેવન મોંના ચાંદા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
રાત્રે સુતી વખતે એલચી વાળું દૂધ પીવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.
દૂધ અને એલચી બંનેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે હાડકાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
એક પેનમાં ધીમી આંચ પર દૂધને ઉકળો પછી તેમાં 3-4 એલચીનો ભૂકો નાખીને મિક્સ કરી તેને થોડું ઠંડુ કર્યા પછી સેવન કરો.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.