ઉનાળામાં દરરોજ છાશ પીવાના આ 5 સ્વાસ્થ્ય લાભ જાણી લો


By Smith Taral08, Jun 2024 02:05 PMgujaratijagran.com

ઉનાળાની કાળજાળ ગરમીમાં છાશનું સેવન કરવાથી ઘણા લાભ મેળવી શકાય છે. છાશ શરીરને ઠંડક આપે છે અને પાચનમાં પણ સહાયરૂપ બને છે. જો તમે ઉનાળામાં રોજ છાશનું સેવન કરો છો તો તમને આ 5 લાભ મળે છે, આવો જાણીએ

હાઇડ્રેશન

ગરમ દિવસોમાં છાશ શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે અને શરીરને ઠંડક આપે છે. છાશમાં પાણીનું ઉચ્ચ પ્રમાણ હોય છે જે શરીરમાં પ્રવાહીની માત્રા જાળવી રાખે છે.

પોષક તત્વોથી ભરપૂર

છાશમાં કેલ્શિયમ, વિટામીન B12, રિબોફ્લેવિન (B2) અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળી આવે છે જે હાડકાને મજબૂત કરવા જરૂરી પોષકતત્વો છે

પ્રોબાયોટીક્સ

છાશ પ્રોબાયોટીક્સથી ભરપૂર પ્રવાહી છે, તે આંતરડાના સ્વાસ્થ્યને જાળવી રાખે છે અને પાચનમાં મદદ કરે છે

શરીરને ઠંડુ કરે છે

દરરોજ છાશ પીવાથી શરીરનું તાપમાન નિયંત્રણમા રહે છે, અને તમે સ્વસ્થ અનુભવ કરો છો. છાશ ઉનાળામાં પીવા માટેનું સૌથી રીફ્રેશિંગ ડ્રીન્ક છે

શરીરને ઠંડુ કરે છે

દરરોજ છાશ પીવાથી શરીરનું તાપમાન નિયંત્રણમા રહે છે, અને તમે સ્વસ્થ અનુભવ કરો છો. છાશ ઉનાળામાં પીવા માટેનું સૌથી રીફ્રેશિંગ ડ્રીન્ક છે

એસિડિટી અટકાવે છે

છાશ તેના ઠંડકના ગુણોને લીધે શરીરમાં એસિડિટી થવાથી અટકાવે છે અને પેટના એસિડને બેલન્સ કરવામાં મદદ કરે છે

ડેન્ડ્રફથી છુટકારો મેળવવા આ રીતે બનાવો લસણનું હેયર માસ્ક