લીમડાના પાંદડના આયુર્વેદ પ્રમાણે સંજીવની સમાન છે, જે સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરે છે. આવો જાણીએ નવશેકા પાણીમાં લીમડાના પાંદડા નાખીને પીવાના ફાયદા વિશે.
નવશેકા પાણીમાં લીમડાના પાંદડા નાખીને પીવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે, જેનાથી ડાયાબિટીસના દર્દીઓને પેશાબને લગતી સમસ્યામાં રાહત મળે છે.
નવશેકા પાણીમાં લીમડાના પાંદડા પીવાથી ઝડપથી લોહી સાફ થાય છે. આ શરીરમાંથી ટોક્સિન્સ કાઢીને પ્રાકૃતિક રીતે લોહીને સાફ કરે છે, જેનાથી ત્વચાને લગતી સમસ્યાઓમાં ઘટાડો આવે છે.
નવશેકા પાણીમાં લીમડાના પાંદડા મિક્સ કરીને પીવાથી પાચનની પ્રક્રિયા ઝડપી બને છે. આમાથી મળતા એસ્ટ્રીજેન્ટ ગુણ પેટમાં ગેસ બનવાથી રોકે છે, જેનાથી અપચો અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓ ઘટે છે.
- એન્ટિઇન્ફ્લેમેટરી - એસ્ટ્રીજેન્ટ ગુણ - એન્ટિબેક્ટેરિયલ - ફેટી એસિડ્સ - લિમોનોઇડ્સ - વિટામિન E
નવશેકા પાણીમાં લીમડાના પાંદડા મિક્સ કરીને પીવાથી તમારો મેટાબોલિક રેટ વધે છે, અને વજન ઘટે છે. આમા રહેલા પોષકતત્ત્વો શરીરમાં જમા ચરબીની માત્રા ઝડપથી ઘટે છે.
નવશેકા પાણીમાં લીમડાના પાંદડા નાખીને પીવાથી ત્વચા પર થતા સંક્રમણ, અક્ને અને પિગમેન્ટેશન જેવી સમસ્યા ખતમ થાય છે, કારણ કે આમાં એન્ટિઇન્ફ્લેમેટરી અને એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે.
સીઝન બદલવાના કારણે ખાંસી અને સરદીની સમસ્યા થવા લાગે છે, જેનાથી છુટકારો મેળવવા માટે નવશેકા પાણીમાં લીમડાના પાંદડા મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે.