કેળાના પાન ઉકાળીને તે પાણી પાવીથી બૉડીમાં ડિહાઈડ્રેશનની સમસ્યા નથી થતી. આ સાથે જ આ પાણી ત્વચાને મોઈશ્વરાઈઝ કરવામાં પણ મદદ કરે છે. આ પાણી સ્કિન એલર્જીની સમસ્યાથી પણ છૂટકારો અપાવે છે.
કેળાના પાનમાં અનેક ઔષધીય ગુણો હોય છે, જે આંતરડામાં સોજા અને ચાંદાને ઠીક કરવામાં મદદ કરે છે. કેળાના પાનને ઉકાળીને તેનું પાણી પીવાથી આંતરડામાં સારા બેક્ટેરિયા વધે છે, જે ફાયદેમંદ છે.
કેળાના પાનનું પાણી પીવાથી શરીરમાંથી ટૉક્સિન બહાર નીકળી જાય છે. આ પાણીમાં રહેલ એન્ટીઑક્સીડેન્ટ્સ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ શરીરમાં ફંગસ અને બેક્ટેરિયાને વધવા નથી દેતા.
કેળાના પાનને ઉકાળીને તે પાણી પીવાથી પાચન ક્રિયા ઝડપી બને છે. જેથી અપચા જેવી સમસ્યા નથી થતી. આવું પાણી રોજ પીવાથી પાચન સબંધી સમસ્યા અને કબજિયાત વગેરેની સમસ્યાથી બચી શકાય છે.
કેળાના પાનને ઉકાળીને પીવાથી ઈમ્યૂનિટી સુધરે છે. આ પાણી એન્ટી ઑક્સિડેન્ટ્સથી ભરપુર હોય છે, જે ફ્રી-રેડિકલ્સને ઓછું કરવામાં મદદ મળે છે. આ પાણીનું નિયમિત સેવન કરવાથી વાયરલ ઈન્ફેક્શનનો ખતરો પણ ઓછો થાય છે.