ઘણા લોકો સવારે કાળા મરીનું પાણી પીતા હોય છે. જેનાથી શરીરને સુરક્ષિત રાખી શકાય છે. ચાલો જાણીએ શું ફાયદા થાય છે?
કાળા મરીમાં વિટામિન એ, વિટામિન ઇ, વિટામિન કે, વિટામિન સી, એન્ટિ-માઇક્રોબાયલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે.
સવારે ખાલી પેટ કાળા મરીનું પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. ધ્યાનમાં રાખો કે પાણીમાં માત્ર એક ચપટી ઉમેરો.
કાળા મરીમાં વિટામિન સી અને એન્ટી બેક્ટેરિયલ હોય છે. જે સવારે ખાલી પેટ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
નવશેકા પાણીમાં એક ચપટી કાળા મરી મિક્સ કરીને સવારે પીવાથી કેલરી બર્ન કરે છે અને મેદસ્વીપણાને પણ દૂર કરે છે.
રોજ સવારે ખાલી પેટ કાળા મરીનું પાણી પીવાથી કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.
રોજ સવારે કાળા મરીનું પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે, જેનાથી ત્વચા પર ચમક જળવાઈ રહે છે.
રોજ સવારે ખાલી પેટે કાળા મરી મિક્સ કરીને પાણી પીવાથી દાંત મજબૂત બને છે.
જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.