ચા પછી કોફી ભારતમાં પીવામાં આવતું સૌથી લોકપ્રીય ડ્રીન્ક છે. કોફીને લોકો સવારમાં વધારે પીવાનુ પસંદ કરે છે, કારણ કે તેમા મોટી માત્રામાં કેફીન રહેલું હોય છે જે શરીરમાં ડોપામાઈન રીલીઝ કરે છે અને મગજને એક્ટીવ કરવામાં મદદ છે. આ સિવાય બ્લેક કોફીમાં સારી માત્રામાં મેંગેનીઝ,પોલિફીનોલ્સ, વગેરે જેવા આરોગ્યપ્રદ પોષકતત્વો રહેલા હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આવો જાણીએ બ્લેક કોફીના ફાયદા વિશે
આજકાલની ભાગદોડ ભરી જીંદગી અને ઈન્ટરનેટની દુનીયામાં લોકોમાં તણાવની સમસ્યા વધારે જોવા મળે છે. આવામાં બ્લેક કોફીનું સેવન કરવાથી તણાવ ઓછો થાય છે. આમા રહેલું કેફીન ના લીધે શરીરમાં હેપી હોર્મન્સ રીલીઝ થાય છે
દરરોજ એક કે બે કપ કોફી પીવું હૃદય માટે ફાયદાકારક માનવામાં આવે છે છે. તેના સેવનથી સ્ટ્રોક તેમજ હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકાય છે.
કોફીમાં કેલરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે, માટે આના સેવન કરવાથી ચરબી વધવાનો ડર નથી રહેતો. બ્લેક કોફી પીવાથી ઉર્જા મળે છે અને તમે લાંબા સમય સુધી એક્ટીવ રાખે છે
કોફી ફેટી લિવર, હેપેટાઇટિસ અને સિરોસિસ જેવી બીમારીઓ સામે રક્ષણ આપે છે. બ્લેક કોફી લીવરને હાની પહોંચાડતા એન્ઝાઈમના સ્તરને ઘટાડે છે, તેથી રોજ બ્લેક કોફી પીવું લીવર માટે ફાયદાકારક છે.
કોફી ફેટી લિવર, હેપેટાઇટિસ અને સિરોસિસ જેવી બીમારીઓ સામે રક્ષણ આપે છે. બ્લેક કોફી લીવરને હાની પહોંચાડતા એન્ઝાઈમના સ્તરને ઘટાડે છે, તેથી રોજ બ્લેક કોફી પીવું લીવર માટે ફાયદાકારક છે.
બ્લેક કોફીનું ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણું ફાયદાકારક છે, કોફી પીવાથી શરીરમાં ઈન્સ્યુલિનની માત્રા વધે છે, જેના કારણે ડાયાબિટીસની સમસ્યા ઓછી થઈ શકે છે.