- કેલ્શિયમ - વિટામિન બી - વિટામિન ડી - પોટેશિયમ - ફોસ્ફોરસ
દૂધમાં આમળા પાવડર મિક્સ કરીને પીવાથી શરીરનો થાક અને કમજોરી દૂર થાય છે. આમાં રહેલા પોષકતત્ત્વ શરીરને લાંબા સમય સુધી એનર્જેટિક બનાવી રાખે છે.
આમળામાં ભરપૂર માત્રામાં આયર્ન રહેલું હોય છે,જે શરીરમાં લોહીની ઉણપને પૂરી પાડી એનીમિયાના જોખમને ઓછું કરે છે. લોહીની ઉણપમાં તમે આ કોમ્બિનેશનનું સેવન કરી શકો છો.
ઇમ્યૂનિટી કમજોર થવા પર તમે દૂધમાં આમળા પાવડર મિક્સ કરીને પી શકો છો. આમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે ઇમ્યૂન સિસ્ટમની કાર્યક્ષમતાને વધારીને ઇમ્યૂનિટી વધારવામાં મદદ કરે છે.
આમળાનું ચૂરણ અથવા પાવડરને દૂધમાં મિક્સ કરીને પીવાથી પેટની ઘણી સમસ્યાથી રાહત મળે છે. આને પીવાથી પાચનતંત્ર સુધરે છે, જેનાથી કબજિયાત અને અપચાની સમસ્યા દૂર થાય છે.
દૂધમાં આમળા પાવડર અને ચૂરણ મિક્સ કરીને પીવું પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આને પીવાથી સ્પર્મ કાઉન્ટ વધે છે, જેનાથી ઇનફર્ટિલિટીની સમસ્યા ઘટે છે.