દૂધ અને ડ્રાઇ ફ્રૂટની સાથે કેળાનો શેક બનાવીને પીવો. પોષકતત્ત્વોનો ભંડાર હોય છે કેળા, જે બોડીને હેલ્ધી અને એનર્જેટિક રાખવામાં મદદ કરે છે.
છાસનું સેવન ગરમીમાં શરીર માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. આના સેવનથી તમારી બોડી એનર્જેટિક, હાઇડ્રેટેડ અને ઠંડુ રાખે છે. છાસમાં સિંધાલૂણ મીઠું મિક્સ કરીને પીવો.
ઘણાં પોષકતત્ત્વોથી ભરપૂર ડ્રાઇ ફ્રૂટ તમારા શરીરની કમજોરી દૂર કરી શકે છે. આ કારણે જ દૂધમાં ડ્રાઇ ફ્રૂટ ઉકાળીને પીવો અથવા તો ક્રસ કરીને દૂધમાં મિક્સ કરીને શેક બનાવી લો.
તમારી બોડીને હાઇડ્રેટેડ અને એનર્જેટિક રાખવાનો બેસ્ટ વિકલ્પ છે નારિયળ પાણી. કોકોનેટ વોટરના સેવનથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની ઉપણ દૂર કરી શકાય છે.
વિટામિન E જેવા ઘણાં પોષકતત્ત્વોથી ભરપૂર બદામ શેક તમારા શરીરમાં એનર્જી લાવી શકે છે. આ કારણે જ નવરાત્રીના વ્રતમાં બદામ શેકનું સેવન કરવું, આ શેક શરીરમાં માટે હેલ્ધી છે.
ઉપવાસમાં શરીરની કમજોરી દૂર કરવા માટેનો બેસ્ટ ઓપ્શન દહીંની લસ્સી છે. દહીંને વલોવીને લસ્સી બનાવીને પીવાથી શરીરમાં એનર્જી અને ન્યૂટ્રિએન્ટ મળશે. આમાં તમે બરફ અથવા ઠંડુ પાણી મિક્સ કરીને પણ પી શકો છો.