દૂધમાં અજમો મિક્સ કરીને પીવાના ફાયદા


By hariom sharma15, Mar 2023 07:00 AMgujaratijagran.com

અજમાના પોષકતત્ત્વો

- ફાયબર - મિનરલ્સ - કેલ્શિયમ - ફોસ્ફોરસ - પોટેશિયમ

હાડકાં માટે ફાયદાકારક

અજમાવાળુ દૂધ પીવાથી હાડકાંને ઘણાં ફાયદા મળે છે. દૂધ અને અજમો બંને કેલ્શિયમનો સારો સ્ત્રોત છે, જે હાડકાંને મજબૂત બનાવે છે સાથે જ સાંધાના દુખાવાથી પણ રાહત અપાવે છે.

થાક દૂર કરે છે

થાક દૂર કરવા માટે અજમાવાળુ દૂધનું સેવન કરી શકાય છે. આને પીવાથી શરીરમાં એનર્જી આવે છે, જેનાથી થાક અને નબળાઇ દૂર થાય છે અને તમે ફ્રેશ અનુભવો છો.

સરદી-ખાંસીમાં ફાયદાકારક

અજમાવાળુ દૂધ પીવાથી સરદી-ખાંસી જેવી સમસ્યામાં ખૂબ જ રાહત મળે છે. આવી સમસ્યા થવા પર અજમો વાટીને દૂધમાં મિક્સ કરીને પીવો. આનાથી ઘણો ફાયદો થશે.

માનસિક સ્વાસ્થ્ય માટે ગુણકારી

અજમાને દૂધમાં મિક્સ કરીને પીવાથી માનસિક સ્વાસ્થ્ય પર સારો પ્રભાવ પડે છે. આને પીવાથી માનસિક થાક દૂર થવાની સાથે ડિપ્રેશન અને એન્જાઇટી જેવી સમસ્યા પણ રાહત મળે છે.

મેટાબોલિજમ વધારે છે

દૂધમાં અજમો મિક્સ કરીને પીવાથી મેટાબોલિજમની પ્રક્રિયા ઝડપી થાય છે, જેનાથી પાચનતંત્ર તંદુરસ્ત રહે છે અને વજન ઘટાડવામાં પણ ઘણી મદદ મળે છે.

વાળ કાળા કરવાનાં ઘરેલું ઉપાય