વાળ કાળા કરવાનાં ઘરેલું ઉપાય


By hariom sharma13, Mar 2023 07:59 PMgujaratijagran.com

કપૂર

કોપરેલ તેલ અથવા તો ઓલીવ ઓઇલને નવસેકુ ગરમ કર્યા પછી તેમાં 3-4 કપૂરના ટૂકડા મિક્સ કરો. હવે આ તેલને સ્કેલપ પર લગાવીને મસાજ કરો. 20 મિનિટ પછી વાળને ધોવો.

મેથી અને આમળા

પાણીમાં 3-4 ચમચી આમળા પાવડર અને મેથી પાવડર મિક્સ કરો. આ પેસ્ટને થોડી વાર રાખી મૂકો ત્યારબાદ તેને વાળમાં લગાવો. 30-40 મિનિટ પછી વાળને ધોવો. આ ઉપાયને થોડાં મહિના સુધી ટ્રાય કરતાં રહો.

તુરીયાની છાલનું તેલ

તુરીયાની છાલને સૂકવી લો.હવે આ છાલને એક કપ કોપરેલ તેલમાં મિક્સ કરીને 3-4 દિવસ સુધી રાખો. ત્યારબાદ આ તેલને નવસેકુ કરીને સ્ટોર કરી લો. વાળને કાળા કરવા માટે આ તેલથી મસાજ કરો.

આદું અને મધ

આદુંના રસમાં મધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળ ઉપર 25 મિનિટ સુધી લગાવો. ત્યારબાદ વાળને ધોઇ કાઢો અને કેન્ડિશનર કરો.આમ કરવાથી વાળ સફેદ થતાં રોકી શકાય છે.

બ્લેક ટી

પાણીના એક કપમાં 2 ચમચી બ્લેક ટીના પત્તા અને 1 ચમચી મીઠું મિક્સ કરીને ઉકાળો. પાણી ઠંડુ થયા પછી વાળને ધોવો, આમ કરવાથી વાળ કાળા રહેશે.

કોફી અને મહેંદી

એક કપ પાણીમાં એક ચમચી કોફી મિક્સ કરીને ઉકાળો. પાણી ઠંડુ થયા બાદ આમા મહેંદી પાવડર મિક્સ કરો. વાળને ધોવાના એક કલાક પહેલાં આ પેસ્ટને લગાવો અને વાળને કન્ડિશનર કરવાનું ના ભૂલો.

આ ઉપાયથી વજન ઘટાડો, જીમ જવાની જરૂર નથી