Pomegranate Tea: શિયાળામાં દાડમની ચાથી કરો દિવસની શરૂઆત, થશે જાદુઈ ફાયદા


By Sanket M Parekh04, Jan 2025 04:01 PMgujaratijagran.com

દાડમની ચા

ચાનું સેવન કરનાર લોકોની સંખ્યા સૌથી વધુ છે. જો કે મોટાભાગના લોકો દૂધની મસાલા ચા પીતા હોય છે. જે નુકસાન પણ પહોંચાડી શકે છે. એવામાં તમારા દાડમની ચા પીવી જોઈએ.

ઈમ્યૂનિટી બૂસ્ટ

શિયાળામાં દાડમની ચાનું સેવન કરવાથી ઈમ્યુનિટી બૂસ્ટ થાય છે. જેના પરિણામે તમે સંક્રમણ જેવી સમસ્યાથી બચી શકો છો અને ઓછા બીમાર પડો છો.

બૉડી ડિટૉક્સ

શિયાળામાં દાડમની ચા પીવાથી બૉડી ડિટોક્સ થાય છે. દાડમની ચા પીવાથી વિષયુક્ત પદાર્થ શરીરની બહાર નીકળી જાય છે અને શરીર હાઈડ્રેટ રહે છે.

હાર્ટ માટે હેલ્ધી

દાડમની ચા પીવાથી હાર્ટ પણ હેલ્ધી રહે છે, કારણ કે તેમાં એન્ટી ઑક્સિડેન્ટ્સના ગુણ મળી આવે છે. જે હાર્ટને હેલ્ધી રાખવાનું કામ કરે છે.

દાંત માટે ફાયદેમંદ

દાંત માટે પણ દાડમની ચા ફાયદેમંદ નીવડી શકે છે, કારણ કે તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. જેનું સેવન કરવાથી દાંત પર જામેલ પ્લાક પણ સરળતાથી સાફ થઈ શકે છે.

કેવી રીતે બનાવશો દાડમની ચા?

1 કપ પાણીમાં થોડા ફૂદીનાના પાન નાંખીને તેને 1 મિનિટ સુધી ઉકળવા દો. હવે તેમાં દાડમના દાણાં ઉમેરીને 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દો. જે બાદ તેને કપમાં ગાળીને પી શકો છો.

Turmeric Carrot Soup: શિયાળામાં હળદર અને ગાજરનું સૂપ પીવાના અનેક ફાયદા