Turmeric Carrot Soup: શિયાળામાં હળદર અને ગાજરનું સૂપ પીવાના અનેક ફાયદા


By Vanraj Dabhi04, Jan 2025 03:58 PMgujaratijagran.com

હળદર અને ગાજરનું સૂપ

શિયાળામાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરીરને ગરમ રાખવા માટે ગાજર અને હળદરના સૂપનું સેવન કરવું ફાયદાકારક છે.

નિષ્ણાત અભિપ્રાય

શિયાળામાં આ સૂપ પીવાના ફાયદા અંગે ન્યુટ્રિશનિસ્ટ નેહા સિન્હા પાસેથી વિગતવાર જાણીએ.

પોષક તત્વો

હળદર અને ગાજરના સૂપમાં ઝિંક, મેગ્નેશિયમ, આયર્ન, કોપર, ફાઈબર, પ્રોટીન, વિટામિન એ, સી અને કે જેવા પોષક તત્વો મળી આવે છે.

હૃદય માટે ફાયદાકારક

શિયાળામાં ગાજર અને હળદરનો સૂપ પીવાથી હૃદય સ્વસ્થ રહે છે, કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે અને બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે.

ત્વચા માટે ફાયદાકારક

શિયાળામાં તેનું સેવન ત્વચાને સ્વસ્થ રાખવામાં, મૃત કોષોને દૂર કરવામાં અને ત્વચાને કુદરતી રીતે ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવી

ગાજર અને હળદરના સૂપનું સેવન શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં અને ચેપ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.

આંખો માટે ફાયદાકારક

પોષક તત્વોથી ભરપૂર ગાજર અને હળદરના સૂપનું સેવન આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ગર્ભાવસ્થામાં ફાયદાકારક

પ્રેગ્નન્સી દરમિયાન ગાજર અને હળદરના સૂપનું સેવન કરવાથી શરીરને સ્વસ્થ રાખવામાં, એનિમિયાને રોકવામાં અને શરીરને એનર્જી આપવામાં મદદ મળે છે.

ડૉક્ટરની સલાહ લો

ધ્યાનમાં રાખો કે આ સૂપનું મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ અને કોઈપણ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લો.

સૂપ કેવી રીતે બનાવવો?

ગાજર, આદુ, લસણ અને લીલી ડુંગળીને પાણીમાં નાખીને ઉકાળો અને હવે તેને પીસી લો પછી તેમાં પાણી ઉમેરીને પાતળું કરીને મીઠું, હળદર અને કાળા મરી પાઉડર મિક્સ કરીને ઠંડુ થાય ત્યારે તેમાં લીલી ડુંગળી અને ફ્રેશ ક્રીમ ઉમરીને પીવો.

વાંચતા રહો

આરોગ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વાળનો વિકાસ થઈ થશે બમણો, અપનાવો આ 5 ઘરેલું ઉપાય