રોજ યોગ કરવાથી શરીરને સ્વાસ્થ્ય સંબધિત અનેક ફાયદા મળે છે. એવામા જો તમને કમર અને ખભામા દુખાવો થાય છે તો તેના ઈલાજ રુપે તમે ધનુરાસનનો અભ્યાસ રોજ કરી શકો છો. ચલો જાણીએ ધનુરાસન કરવાથી શરીરને સ્વાસ્થ્યને મળતા ફાયદા વિશે.
ધનુરાસન કરવાથી ફેફસા મજબૂત બને છે. ધનુરાસન કરવાથી શ્વાસ સંબધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.
ધનુરાસન કરવાથી શરીરમા બ્લડ સર્કુલેશન સુધરે છે. શરીરમા લોહીનુ યોગ્ય રીતે પરિભ્રમણ ન થવાથી અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
જે લોકો ડેસ્ક જોબ કરે છે, તેવા લોકો માટે ધનુરાસન ખૂબ જ ફાયદાકારક છે. ધનુરાસન કરવાથી કમરના મણકાના હાડકા સ્ટ્રેચ થાય છે. તેથી આ આસનનો અભ્યાસ કરવાથી કમરના દુખાવામા પણ રાહત મળે છે.
કિડની સંબધિત બીમારીઓ માટે ધનુરાસન કરવાથી ફાયદો મળે છે. ધનુરાસન કરવાથી શરીરમા રહેલા ઝેરી પદાર્થો બહાર નીકળે છે.
જો તમે ડિપ્રેશનનો સામનો કરી રહ્યા છો તો ધનુરાસન કરવાથી તેમાથી છૂટકારો મેળવી શકાય છે. ધનુરાસનના અભ્યાસ કરવાથી માનસિક સ્વાસ્થ્ય પણ સારુ રહે છે.
જો તમને ગળાનો દુખાવો વધારે પ્રમાણમા થાય છે, તો ધનુરાસન કરવાથી ગળાના દુખાવામા રાહત મળે છે. તેના નિયમિત અભ્યાસ કરવાથી ગળાનો દુખાવો અને જકડન દૂર થાય છે.