કાબુલી ચણા ખાવાથી તો સ્વાસ્થ્ય સંબધિત ફાયદાઓ મળે છે, પણ તેના પાણીના સેવનથી પણ સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ પહોંચે છે.
કાબુલી ચણામા પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ તથા વિટામિન એ જેવા પોષકતત્વો જોવા મળે છે, જે શરીરને સ્વસ્થ રાખવામા મદદ કરે છે.
કાબુલી ચણાનુ પાણી પીવાથી શરીરનુ વજન ઓછુ થાય છે. તેમા ફાઈબરની માત્રા રહેલી હોય છે, જે શરીરની ચરબી ઓછી કરે છે.
કાબુલી ચણામા વિટામિન એ ભરપૂર માત્રામા હોય છે, તે આંખોની રોશની સંબધિત સમસ્યાઓમા રાહત આપે છે. તે રેટીનાની સમસ્યાને પણ દૂર રાખે છે.
હાડકાઓને મજબૂત બનાવવા માટે તમારે કાબુલી ચણાનુ પાણી પીવુ જોઈએ. તેમા કેલ્શિયમ ભરપૂર માત્રામા હોય છે, જે હાડકાના દુખાવામા રાહત આપે છે.
કાબુલી ચણાનુ પાણી શરીરની રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે છે. તેમા રહેલા પોષકતત્વો શરીરમા વાયરલ ચેપથી લડવામા મદદ કરે છે.
એક પાત્રમા કાબુલી ચણાને પાણીમા પલાળીને રાખો. ત્યારબાદ પાણી પર સફેદી આવી જાય ત્યારે એ પાણીને પી લો.