World Chocolate Day: અનેક બીમારીઓથી બચાવશે ડાર્ક ચોકલેટ


By Sanket M Parekh07, Jul 2023 04:07 PMgujaratijagran.com

ચૉકલેટ

ચૉકલેટ બાળકોથી લઈને મોટેરા સૌ કોઈને પસંદ પડે છે. બર્થડે હોય કે પછી અન્ય કોઈ પાર્ટી હોય દરેક પ્રસંગે ચૉકલેટની એક અલગ જ વેલ્યૂ હોય છે.

ફાયદા

ડાર્ક ચોકલેટને ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે. જેમાં ફાસ્ફોરસ, કૉપર, આયરન, જિંગ વગેરે જેવા પોષક તત્ત્વો મળી આવે છે.

એનર્જી બૂસ્ટર

ચૉકલેટ એનર્જી બૂસ્ટરનું કામ કરે છે. જેને કોકો બીન્સથી બનાવવામાં આવે છે. એક્સરસાઈઝના સમયે ડાર્ક ચૉકલેટ ખાવાની સલાહ આપવામાં આવે છે, જેથી તરત જ એનર્જી મળે છે.

કોલેસ્ટ્રૉલ

ડાર્ક ચૉકલેટમાં કોકો ફ્લેવનોલ્સ હોય છે, જે કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખે છે.

સ્ટ્રેસ બુસ્ટર

ચૉકલેટમાં કેફીન હોય છે, જે તણાવ ઓછો કરવામાં મદદગાર હોય છે. જેને ખાવાથી મૂડ સારો રહે છે અને નર્વસ સિસ્ટમની કાર્યક્ષમતા વધી જાય છે.

સ્કિન

ડાર્ક ચૉકલેટને સ્કિન માટે પણ ફાયદેમંદ મનાય છે. જેમાં રહેલ તત્ત્વો સ્કિનના બ્લડ સર્ક્યૂલેશનમાં સુધારો કરે છે.

એન્ટી કેન્સર

એક્સપર્ટનું માનીએ તો, તેમાં એન્ટી કેન્સર ગુણ હોય છે. ચૉકલેટમાં ફ્લેવોનોઈડ હોય છે. જે શરીરમાં કેન્સરની કોશિકાઓની વૃદ્ધિને રોકે છે.

ઈજા અથવા ઘાવ લાગવા પર શું? લગાવવું જોઈએ, જાણો આ 4 નેચરલ એન્ટી બેક્ટીરિયલ વસ્તું